ભરુચઃ અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનશે
Live TV
-
અત્યારે ભારતમાં કોરોનાને કાબુ કરવા માટે કોરોના રસીકરણ પર ભાર મુકવામાં આવ્યુ છે અને પુરતા પ્રમાણમાં રસીના ડોઝનું ઉત્પાદન વધારવા માટે કામ કરાઈ રહ્યુ છે.
ભારત બાયોટેકે ગુરુવારે જણાવ્યુ કે તેઓ ગુજરાતનાં અંકલેશ્વરનાં પ્લાન્ટમાં કોવિડ 19 ની રસી કોવેક્સીનના 20 કરોડ ડોઝની સાથે રસીનું ઉત્પાદન વધારશે. કંપનીએ કહ્યુ કે તેઓની સંપૂર્ણ માલિકીની અંકલેશ્વરની પેટાકંપની ચિરોન બેહરીન વેક્સીન્સ વધારાની કોવિડ 19 રસી ઉતપન્ન કરશે. કંપનીના GMP પ્લાન્ટમાં કોવેક્સીનના 20 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. આ પ્લાન્ટમાં GMP એટલે કે સારી નિર્માણ પધ્ધતી અને સુરક્ષા પધ્ધતીનાં કડક નિયમોના કારણે પહેલાંથી જ સંક્રમણ વિના વેરેસેલ પ્લેટફોર્મ ટેક્નોલોજીના આધારે રસીનાં ઉત્પાદનની કામગીરી ચાલુ છે. કંપનીએ કહ્યુ કે અંકલેશ્વરનો પ્લાન્ટ વર્ષના અંતીમ ત્રીમાસિકમાં કોવેક્સીનના ઉત્પાદન શરૂ થઈ જશે. કંપની પહેલા જ પોતાના હૈદરાબાદ અન બેંગલુરુનાં પ્લાન્ટમાં રસીનાં ઉત્પાદન માટે અનેક ઉત્પાદન લાઈનો નાખી ચુકી છે.
