Skip to main content
Settings Settings for Dark

મોરબી PGVCLના કર્મચારીઓની ટીમ રાજુલામાં વીજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી માટે પહોંચી

Live TV

X
  • તાઉ'તે વાવાઝોડાએ સર્જેલ તબાહીમાં સૌથી વધુ વીજ પુરવઠાને અસર પહોંચી છે. અમરેલી જિલ્લો તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત છે

    તાઉ'તે વાવાઝોડાએ સર્જેલ તબાહીમાં સૌથી વધુ વીજ પુરવઠાને અસર પહોંચી છે. અમરેલી જિલ્લો તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત છે જને લઈને અહીં વીજ પુરવઠો પુનઃ પૂર્વવત્ કરવા માટે PGVCLના કર્મચારીઓ સતત કાર્યશીલ છે. પરિસ્થિતિ થાળે પાડવા મોરબી PGVCLના 80 જેટલા ચુનંદા વીજ કર્મચારીઓ અધિકારીઓની ટીમ મોડી રાત્રે અમરેલીના રાજુલા ખાતે જવા માટે રવાના થઈ છે.

    તાઉ'તે વાવાઝોડાએ અમરેલી, રાજુલા, ઉના, દીવ, ગીર સહિત વિવિધ પંથકને ધમરોળ્યુ હતું. ત્યારે પુનઃ પૂર્વ વત સ્થિતિ સ્થપાય તે માટે સુચારુ આયોજનના ભાગ રૂપે સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાંથી જે તે વિભાગની ચૂનંદી કાર્યક્ષમ ટીમો તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે મોરબી જિલ્લામાંથી પણ PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓની 80 લોકોની ટીમ મોડી રાત્રે મોરબીથી બે બસોમાં રવાના કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply