Skip to main content
Settings Settings for Dark

ભાજપના કાર્યોલય કમલમ ખાતે યોજાઇ બેઠક

Live TV

X
  • 12-13 એપ્રિલે ભાજપની પ્રદેશ કારોબારી સુરત ખાતે મળશે. જેમાં કેન્દ્રના ટોચના નેતાઓ સંગઠનને લગતી વિવિધ ચર્ચાઓ કરશે.

    ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે  આજે ભાજપની બક્ષીપંચ મોરચાની પ્રેદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અગ્રણી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં શકિત કેન્દ્રો સુંધીના સંગઠનના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી છે. સાથે નવા ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોનો સત્કાર સમારંભનું પણ આયોજન કરવામાં આવશે. આજની બેઠકમાં સરકારની બક્ષીપંચની વિવિધ યોજનાઓને બુથ લેવલ સુંધી કેવી રીતે પહોંચાડવી તેની પણ ચર્ચા થઈ છે. આગામી 12-13 એપ્રિલે ભાજપની પ્રદેશ કારોબારી સુરત ખાતે મળશે. તેમાં પણ સંગઠનને લગતી વિવિધ ચર્ચાઓ અને પ્રદેશના તેમજ કેન્દ્રના નેતાઓનું માર્ગદર્શન મળશે. 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે ,જેને લઈને આવતી કાલે કોર કમિટીની બેઠક મળશે. સાથે આગામી 12અને 13ની પ્રદેશ કારોબારીની પણ વિસ્તૃત ચર્ચા કરી આયોજન કરવામાં આવશે. જ્યારે SC,STના ગઈકાલના બંધને લઈને જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર SC, ST મુદ્દે સંવેદન શીલ છે, અને તેમને અન્યાય ના થાય તે માટે સરકારે સુપ્રીમમાં અપીલ પણ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply