Skip to main content
Settings Settings for Dark

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Live TV

X
  • ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. તેઓ આજે કેવડિયા પહોંચ્યાં અને અહીં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટિીની મુલાકાત લીધી હતી. તેઓ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે ત્રણ જિલ્લાના કાર્યકર્તા સાથે બેઠક કરશે.

    ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. તેઓ આજે કેવડિયા પહોંચ્યાં અને અહીં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટિીની મુલાકાત લીધી હતી. તેઓ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે ત્રણ જિલ્લાના કાર્યકર્તા સાથે બેઠક કરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ,ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ અગ્રણી, શહેર મેયર સહિત ભાજપના આગેવાનોએ જે.પી.નડ્ડાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં કમલમ્ ખાતે વિવિધ ઉદ્દઘાટન કાર્યક્રમો તેમજ બેઠકો યોજાઇ હતી. જ્યાં તેમણે ભાજપના નેતાઓ તેમજ કાર્યકરોને સંબોધ્યા હતા. આ અવસરે ભાજપ પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજક, પ્રદેશ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આજે અમદાવાદ એરપોર્ટ પરથી મુંબઇ જવા રવાના થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply