Skip to main content
Settings Settings for Dark

ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવા તરફ ગુજરાત અગ્રેસર - કોલિયર્સ ઇન્ડિયા

Live TV

X
  • કોલિયર્સ એક અગ્રણી ડાયવર્શિફાઇડ પ્રોફેશનલ સર્વિસિઝ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જેણે ભારતમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંતર્ગત થઇ રહી રહેલી અન્ય પ્રવૃત્તિઓ વિશે તેમના અભ્યાસમાં વિશ્લેષણ કર્યું છે.  કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર $1 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે. કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે, ગુજરાતે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં, ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે.

    ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસિઝના વડા સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, “નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7% પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે, અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. આ કારણે જ ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી ₹ 30,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે. “

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર 4% છે ,જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે. આ ઉપરાંત બંદરો, કનેક્ટિવિટી, સ્થિર સરકાર, પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા, ઝડપી નિર્ણયો, શ્રમ ઉપલબ્ધતા, વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે.”

    કોલિયર્સના અભ્યાસ અનુસાર રાજ્યના નિકાસ પોર્ટફોલિયોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નોંધપાત્ર 12.5% ભાગ છે. તે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતની મજબૂતાઈને દર્શાવે છે. ગુજરાત ઔદ્યોગિક સામાન્ય નીતિઓના કુલ પ્રોત્સાહનો અને લાભોના નોંધપાત્ર 34.7% મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફાળવે છે. આટલું જ નહિં, ગુજરાતનું સ્પર્ધાત્મક સરેરાશ ભાડું (લગભગ ₹ 18.5 પ્રતિ ચોરસ ફૂટ પ્રતિ માસ) અને આકર્ષક મૂડી દરો (લગભગ ₹ 16.50 મિલિયન પ્રતિ એકર) રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા સરખામણીના રાજ્યો કરતાં વધુ સારા છે. કંડલા, મુન્દ્રા, પીપાવાવ અને હજીરા જેવા મુખ્ય બંદરો સાથે રાજ્યનો 1600 કિમી લાંબો દરિયાકિનારો, 505 મિલિયન ટનના કુલ કન્ટેનર થ્રુપુટ સાથે ગુજરાતને લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે સ્થાન આપે છે.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply