Skip to main content
Settings Settings for Dark

ભારત સરકાર દ્વારા નિમાયેલી 7 સભ્યોની ઇન્ટર મિનિસ્ટીરિયલ સેંટ્રલ ટીમ તા. 27 થી 29 સુધી ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • ભારત સરકાર નવી દિલ્હી દ્વારા નિમાયેલી સાત સભ્યોની ઇન્ટર મિનિસ્ટીરિયલ સેંટ્રલ ટીમ તા. 27 થી 29 સુધી ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાત આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રકાશની આગેવાની હેઠળની સાત સભ્યોની બનેલી આ કેન્દ્રિય ટીમ ત્રણ દિવસ ચક્રવાત પ્રભાવિત અમરેલી, ગીર સોમનાથ અને દીવના વિસ્તારોમાં જઈને અસરગ્રસ્તો અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ ટીમે ગઇકાલે અમરેલી જિલ્લા કલેકટર તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ આ ટીમ આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં કોવાયા, જાફરાબાદ તાલુકાનાં પીપળકાંઠા, સામા કાંઠા, રોહિસા અને ધારાબંદર ગામોની મુલાકાત લેશે. ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા સમતેર, ઉનાના દેલવાડા, નલિયા ગામોની પણ મુલાકાત કરશે. આ પછી પ્રાંત અધિકારીના કાર્યાલય ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. જ્યારે આવતીકાલે તેઓ દિવની મુલાકાતે જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply