ભૂજીયા ડુંગર સ્થિત સ્મૃતિવનની મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ કચ્છ જિલ્લાના માધાપર ગૌરક્ષણ સંસ્થા સંચાલિત ગૌશાળાની મુલાકાત લીધી હતી
ભૂજમાં ભયાવહ ભૂકંપના મૃતાત્માઓની કાયમી યાદમાં નિર્માણ પામી રહેલા ભૂજીયા ડુંગર સ્થિત સ્મૃતિવનની મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ 470 એકરમાં આકાર પામનાર સ્મૃતિવન નિર્માણ કામગીરીનું નિરીક્ષણ કરીને આ સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટૂરીસ્ટ ફ્રેન્ડલી તેમજ સિનિયર સીટીઝન ફ્રેન્ડલી બનાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સ્મૃતિવનમાં આકર્ષક લેન્ડ સ્કેપીંગ સહિતના પ્રવાસન આકર્ષણની સુવિધાઓ વિકસાવાશે. સાથે જ સ્મૃતિવન સ્થળે નિર્માણ પામનારૂં મ્યુઝિયમ કચ્છની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને ભૂકંપ વેળાની કચ્છની સ્થિતિ નું તાદ્દશ્ય નિરૂપણ કરે તેવું બનાવાશે.
મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ કચ્છ જિલ્લાના માધાપર ગૌરક્ષણ સંસ્થા સંચાલિત ગૌશાળાની મુલાકાત લીધી હતી. 500 થી વધુ પશુઓની સાર-સંભાળ રાખતી ગૌશાળામાં મુખ્યમંત્રીએ ગૌ પૂજનનો લાભ પણ લીધો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ જીલ્લાને ત્વરીત અછતગ્રસ્ત જાહેર કરીને સત્વરે રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે પાણી અને ઘાસચારાની પર્યાપ્ત સુવિધા ઉભી કરવા રાજ્ય સરકાર સુચારૂં આયોજન હાથ ધરશે. આ અગાઉ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ માતાના મઢ ખાતે દર્શન કર્યા હતા.
