મુખ્યમંત્રી વિજય રૂપાણી : સોમવારથી આ ખરીદીમાં વધુ ઝડપ આવે તે માટે પણ સુચના આપવામાં આવી
Live TV
-
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ વર્ષે નાણાકીય પુરવઠા નિગમને મગફળી ખરીદીની જવાબદારી સોંપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટેની સંપુર્ણ પારદર્શી વ્યવસ્થા સરકારે ગોઠવી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે આ વર્ષે નાણાકીય પુરવઠા નિગમને મગફળી ખરીદીની જવાબદારી સોંપી છે. APMC માં પણ ખેડૂતોનો સમય ન બગડે તેનું ધ્યાન રાખવામાં આવે છે તેમજ ગુણવત્તાની અને વજન તોલમાપની પણ ચોક્સાઈ રાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ નાફેડને અનુરોધ કર્યો હતો કે સાચા ખેડુતોનો સાચો અને સારો માલ રહી ન જાય તે માટે નાફેડ સાથ આપે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં 122 કેન્દ્રો પરથી 53 હજાર કિવન્ટલથી વધુ મગફળી ખરીદવામાં આવી છે. અને સોમવારથી આ ખરીદીમાં વધુ ઝડપ આવે તે માટે પણ સુચના આપવામાં આવી છે.
ગુજરાતની ભાજપ સરકાર અને ભારત સરકારની એજન્સી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા નાફેડ વચ્ચે મગફળીની ખરીદી બાબતે કેટલાક મતભેદો સર્જાયા હતા. જેને લઈ આજે નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ જે પછી મગફળી બાબતે મતભેદો દુર થઈ ગયા છે અને ખેડુત માટે પ્લાનિંગ કરી મગફળી ખરીદવા માટે સરકારે વ્યુહ રચના ઉભી કરી છે. જેમાં દરરોજ 10 હજાર જેટલા ખેડૂતો મગફળીનું વેચાણ કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમે લોકોએ ખેડુતને પોતાના પાકનું વળતર સરળતાથી મળે તે હેતુથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને 50 કિલોમીટરની હદમાં સરકાર દ્વારા મગફળીના ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે. જેથી દર અઠવાડિએ ખેડુતને તેમના પાકનું પેમેન્ટ મળી રહશે. મગફળીના કેટલાક ગોડાઉનોમાં આગ પણ લાગી હતી. જેની ચિંતા પણ આ બેઠકમાં જાહેર કરવામાં આવી છે
