સુરત પોલીસે મોપેડની ચોરી કરનાર યુવાનને 9 જેટલા મોપેડ સાથે ઝડપ્યો
Live TV
-
સુરત ખટોદરા પોલીસે મોજ શોખ માટે મોપેડની ચોરી કરનાર 19 વર્ષીય યુવાનને 9 જેટલા મોપેડ સાથે ઝડપી લીધો
સુરત ખટોદરા પોલીસે મોજ શોખ માટે મોપેડની ચોરી કરનાર 19 વર્ષીય યુવાનને 9 જેટલા મોપેડ સાથે ઝડપી લીધો છે. સુરત ખટોદરા પોલીસે બાતમીના આધારે અઠવા ઉમરાખટોદરા વિસ્તારમાં એક્ટિવાની ચોરી કરનાર ઇસમને ઝડપી લીધો છે. મૂળ ઓડીસા ગંજામ ભૂંજા નગરનો રહેવાસી સુરત અઠવા વિસ્તારમાં આવેલ નાનપુરામાં રહેતો હતો. આરોપી સમીર પ્રધાન મોજ શોખ માટે મોપેડ વાહનની ચોરી કરતો હતો. આરોપી સમીર પ્રધાન અગાઉ પણ અન્ય ત્રણ ગુનાહમાં પકડાઇ ચુક્યો છે. આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહી તે માટે આરોપીનો રિમાન્ડ મેળવી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
