મહા વાવાઝોડુંઃ 15 NDRFની ટીમો દરિયાકાંઠે તૈનાત, સોમનાથનો મેળો રદ્દ
Live TV
-
મહા વાવાઝોડાને લઈ તંત્રની સંપૂર્ણ તૈયારીઓ-રાજ્યના દરિયાકાંઠે NDRFની 15 ટીમો કરાઈ તૈનાત-જ્યારે 6 ટીમોને રખાઈ સ્ટેન્ડબાય-દ્વારકામાં સેન્ટ્રલ હોમ કરાયા તૈયાર-તો સોમનાથમાં કાર્તિકી પુર્ણિમાનો મેળો કરાયો રદ.
ચક્રવાત મહાની તિવ્રતામાં ઘટાડો થયો છે.જે આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાવવાની સંભાવના છે.જેના કારણે કાંઠાના વિસ્તારોની સાથે સાથે અમદાવાદ , આણંદ, વડોદરામાં પણ હળવો વરસાદ પડી શકે છે.તો મહા વાવાઝોડાને પગલે ધરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારને ચેતવણી અપાઈ છે. ડેમમાં હાલ 100 ટકા પાણીનો જથ્થો છે. નવા પાણીની આવક થાય અને ભારે વરસાદ પડે તો ડેમના દરવાજા ખોલાશે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.
મહા વાવાઝોડાને પગલે સુરતના ઓલપાડ તાલુકાના સમુદ્ર કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઓલપાડ ખાતે NDRF ની ટીમ આવી પહોંચી છે. જેમાં પુણે બટાલિયનની 2 ટીમના ૪૦ જવાનોને ખડેપગે રખાયા છે. તથા મહા વાવાઝોડાને પગલે ઓલપાડના દરીયાકિનારાના ગામોને અસર થઇ છે. તેમજ ઓલપાડ તાલુકાના 30થી વધુ ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરાયા છે.
