Skip to main content
Settings Settings for Dark

મહિસાગર જિલ્લામાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું 

Live TV

X
  • સમગ્ર મહીસાગર જિલ્લામાં નવાણું કેન્દ્ર પર પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ મળતો હોય તેવા લાભાર્થીઓના પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

    આ કાર્ડ તૈયાર થયા બાદ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી 4 હજાર 229 લાભાર્થીઓના કાર્ડ તૈયાર થઈ ચૂક્યા છે. મહીસાગર જિલ્લામાં ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતા કોમન સર્વિસ સેન્ટર અને આરોગ્ય વિભાગ મહીસાગર દ્વારા પ્રધાનમંત્રી જન આયુષ્યમાંન યોજના અંતર્ગત બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. 

    જે કાર્ડ લાભાર્થીઓને મળતા લાભાર્થીઓ નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રી દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાના કાર્ડ અમારા જેવા ગરીબ પરિવાર માટે આશીર્વાદ સ્વરૂપ છે અને આ કાર્ડ મળતા અમારા પરિવાર માં કોઈ ને પણ કોઈ ગંભીર બીમારી આવશે તો આ કાર્ડ થી અમારા પરિવારના સભ્યની સારામાં સારી સારવાર હોસ્પિટલ માં થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply