Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
મહીસાગર: ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહ | DD News Skip to main content
Settings Settings for Dark

મહીસાગર: ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહ

Live TV

X
  • કોરોના સંક્રમણ ઘટતા મહીસાગર જિલ્લાના છ તાલુકામાં ઘઉંના પાકની ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવી

    ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે અર્થે સરકાર દ્વારા ટેકાના ભાવે પાક ખરીદી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા રવિ વાવેતરમાં પકવામાં આવેલ ઘઉંના પાકની 20 કિલોના 395 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરી, ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં કુલ 1768 ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં આપવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ શકી ન હતી, હવે જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના વડામથક લુણાવાડાના એપીએમસી ખાતે આવેલ પુરવઠા નિગમના ગોડાઉનમાં ઉત્સાહ ભેર ખેડૂતો ઘઉંનું વેચાણ કરવા પહોંચ્યા હતા. ખેડૂતોને ઘઉંનો બજાર કરતા સારો ભાવ મળતા અને સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી રહી છે તે નિર્ણયને આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply