Skip to main content
Settings Settings for Dark

મહેસાણા : જિલ્લાના ભાજપ પ્રભારી કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં સંગઠન બેઠક યોજવામાં આવી 

Live TV

X
  • મહેસાણા જિલ્લાના ભાજપ પ્રભારી કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં વિસનગર ખાતે સંગઠન બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારીએ કોરોનાની બીજી લહેર પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રતિનિધિઓની જીત બદલ સંગઠનના મોવડી મંડળ, હોદ્દેદારો, તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠક દરમિયાન વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે કોરોના મહામારીમાં અપાતી સહાય અને કામગીરી અંગે માહિતી આપી હતી.વિસનગર શહેર તથા તાલુકાના કાર્યકરોના સહયોગથી શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર,ઓક્સિજન પ્લાન્ટ માટેની કામગીરી, બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત દવાઓ, માસ્ક, સેનેટાઈઝર વિતરણ જેવી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન જિલ્લાના કાર્યકરોએ લોકોની સહાય કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply