Skip to main content
Settings Settings for Dark

મહેસાણા: નાયબ મુખ્યમંત્રીએ લીધી ગોઝારિયાની સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત

Live TV

X
  • હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યા બાદ ગોઝારિયા હોસ્પિટલના તબીબોએ કરેલી સરાહનીય કામગીરીને બિરદાવી

    આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે ચાલતી સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં વિવિધ વોર્ડ તેમજ ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગોઝારિયા હોસ્પિટલના તબીબોએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી, જેને નાયબ મુખ્યમંત્રી દ્વારા બિરદાવવામાં આવી. જેમાં હોસ્પિટલના ટ્રસ્ટી અને મંત્રી શોભનાબેન શાહનો મહત્વનો ફાળો રહ્યો હતો. તો હોસ્પિટલના સંચાલકો દ્વારા આંબા, લીમડા, લીંબુ અને અન્ય ફુલ છોડ વિકસાવીને એક સુંદર બગીચો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
    વધુમાં નાયબ મુખ્યમંત્રીએ મહેસાણા ખાતે પત્રકાર પરિષદનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતા વધારવા તેમજ ઓક્સિજન સિલિન્ડર સરળતાથી પ્રાપ્ય થાય તે માટે જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે પણ જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. 
    આ તકે નાયબ મુખ્યમંત્રીએ જિલ્લામાં વડનગર, વિસનગર અને મહેસાણા ખાતે લેબોરેટરીની પણ મુલાકાત લઇ જિલ્લામાં કોરોના પ્રવર્તમાન સ્થિતિની જાત સમીક્ષા કરી હોવાની જાણકારી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply