રાજ્યમાં ડાંગ, અરવલ્લી, અંબાજી સહિતના અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ
Live TV
-
દિવસ દરમિયાન ડાંગ અને અંબાજી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો
દેશમાં કેરળ ખાતે મેઘરાજાનું આગમન થઇ ગયું છે. ત્યારે આજે રાજ્યના ડાંગ અને અંબાજી સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ડાંગ જિલ્લામાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, તેમજ બપોરે ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. દિવસ દરમિયાન અંબાજીમાં ગરમી અને ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ અરવલ્લીના વાતાવરણમાં પલટો આવતા મેઘરજ પંથકના જીતપુર, ઇસરી, રેલ્લાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ભારે ગરમીથી રાહત મળી છે. અરવલ્લીમાં આજે અંદાજે એક થી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને કેટલાક તોતિંગ વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા.
