રાજ્યમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 96.58 ટકાએ પહોંચ્યો
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2,915 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા, અત્યાર સુધીમાં કુલ 7,88,293 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,915 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 7,88,293 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
નવા નોંધાયેલા કેસો પૈકી સુરત કોર્પોરેશનમાં 91, અમદાવાદ કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશનમાં 126, રાજકોટ કોર્પોરેશનમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 7, મહેસાણામાં 12, જામનગરમાં 11, ભરૂચમાં 12, જૂનાગઢમાં 11, સાબરકાંઠા 17, મોરબીમાં 1 અને અમરેલીમાં 6 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,26,335 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,84,04,654 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
