Skip to main content
Settings Settings for Dark

વડોદરા: છત્રપતિ શિવાજી મહારાજના 347મા રાજ્યાભિષેક દિવસની ઉજવણી

Live TV

X
  • છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા હાલની કોરોના પરિસ્થતિને ધ્યાનમાં રાખતા કોરોના કીટ અને બાળકોને સ્કૂલ-બેગનું વિતરણ કરાયું

    આજથી 347 વર્ષ પહેલા આજના દિવસે હિન્દુ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તેમના 347મા રાજ્યાભિષેક દિવસના ઉપલક્ષ્યે વડોદરા ખાતે છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા હાલની કોરોના પરિસ્થતિને ધ્યાનમાં રાખતા મંડળીના સભાસદોને કોરોના કીટ અને બાળકો માટે સ્કૂલ-બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    આ સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાના મેયર કેયુર રોકડીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો આ કાર્યક્રમ ઉપરાંત સી. આર. પાટીલે વડોદરા જિલ્લામાં તેમની આ મુલાકાત દરમિયાન અલગ અલગ 7 સ્થળોએ રાશન કીટ, કોરોના કીટ વિતરણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply