માવઠાની નુકશાનીમાં ખેડૂતોને સહાય આપવાની ખાતરી આપતા CM રૂપાણી
Live TV
-
માવઠાનાં કારણે નુકસાની પામેલ ખેડૂતોને ધારાધોરણ મુજબ સહાય આપવાની ખાતરી આપતાં મુખ્યમંત્રી રૂપાણી - પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ કેન્દ્ર સરકારનાં નિયમો મુજબ મળશે સહાય - ચરાડવા ખાતે મુખ્યમંત્રીનું નિવેદન.
મોરબીના ચરાડવા ખાતે મહાકાળી આશ્રમમાં દયાનંદગીરી બાપુની નિશ્રામાં ચાલી રહેલી કથા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કમોસમી વરસાદ, માવઠાથી થયેલ નુકસાન અંગે ખેડૂતોને ધરપત આપતા કહ્યું હતું કે, ખેડૂતોને અન્યાય ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, તે માટે સરકારનું વિમા કંપની સાથે સતત લાઈઝનીંગ ચાલુ છે.
ખેડૂત સક્ષમ હશે તો ગામડું સદ્ધર, ગામ સદ્ધર તો શહેર સદ્ધર. મહા વાવાઝોડા, કમોસમી વરસાદ અને માવઠાથી ધરતીપુત્રોના પાક નિષ્ફળ જવા અંગે નામ નોંધણી સહીત સર્વેની કામગીરી ચાલી રહી છે. સરકાર પાકવિમા અંગે ખેડૂતોને અન્યાય નહી થવા દે.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્નિ અંજલીબેન, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય પરશોત્તમ સાબરિયા, લલીત કગથરા, માજી ધારાસભ્ય કાંતિલાલ સહીત અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
