વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સજ્જ, માછીમારો-ખેડૂતોને અપાઈ સૂચનાઓ
Live TV
-
ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શન તેમજ મીડિયા મારફતે સૂચના અપાઈ - ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા તેમજ પાકનું વાવેતર મુલતવી રાખવા સૂચના
વલસાડમાં તંત્ર સજ્જઃ
વલસાડ જિલ્લામાં મહા વાવાઝોડાને અનુલક્ષીને વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછીની તૈયારીઓ માટે, ખાસ સૂચનાઓ આપવાની સાથે , તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં રહેવા, વલસાડ જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે એ , ડિઝાસ્ટર મેનેજમેન્ટની મળેલી બેઠકમાં જણાવ્યું હતું. વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સાબદું કરવામાં આવ્યું છે. વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સ અને પતરાં ઉડવાની સંભાવના રહેલી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ વન વિભાગને તકેદારી રાખવા તેમજ માછીમારોએ દરિયો ન ખેડવા, આરોગ્ય વિભાગના કર્મીઓએ પ્રાથમિક સારવારની કીટ અને એમ્બ્યુલન્સ સાથે તૈયાર રાખવા, કોસ્ટલ હાઇવે નજીકના ગામોમાં સતર્કતા રાખવા, સસ્તા અનાજના દુકાનનો જથ્થો પહોંચતો કરવા, જે અધિકારીઓને વિસ્તાર ફાળવાયો છે, તે વિસ્તારનું સતત મોનિટરિંગ કરી ડિઝાસ્ટર વિભાગ સાથે લાયઝનમાં રહેવા, અને સતત મોનિટરિંગ કરવા અમલીકરણ અધિકારીઓ ને સૂચના આપવામાં આવી હતી. Return to index of stories...અરવલ્લીમાં ખેવીલાડી વિભાગે ભર્યાં પગલાં
વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ખેતીને વ્યાપક નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આગામી સમયમાં વધુ નુકસાન ન થાય તે માટે, તંત્ર દ્વારા તકેદારી માટે વધુ પગલા ભરવામાં આવી રહ્યા છે. ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શન તેમજ મીડિયા મારફતે સૂચનો કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે.ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ દ્વારા જણાવાયું છે કે, પાકને વધુ નુકસાન ન થાય તે હેતુથી શકય હોય ત્યાં ખરીફ સીઝનના લાંબા ગાળાના ઉભા પાકમાં પીયત આપવાનું ટાળવું , જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભવીત રોગ અથવા તો જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય. તેમજ જંતુનાશક દવા અથવા તો ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, અને વધુમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઇ રહેતું હોય , તો ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવા જરૂરી આગોતરું આયોજન કરવું. રવી પાકનું વાવેતર શકય હોય તો મુલતવી રાખવું ,તેમજ અનુકૂળ વાતાવરણ થયે રવિ પાકોનું વાવેતર તુરંત કરવું જેવી સૂચના અપાઈ છે.
જૂનાગઢમાં બોટો પરત બોલાવાઈઃ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરે 'મહા' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. હાલ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે ,અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો દરિયો ખેડવા ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી છે. આગામી કલાકોમાં અરબી સમુદ્રમાં મુંબઈ તરફથી 21 કિલોમીટરની ઝડપે મહા વાવાઝોડું , માંગરોળ બંદર નજીક આવવાની શક્યતા છે. જેને પગલે તંત્ર સાબદુ થયું છે. બીજી તરફ 'ક્યાર' અને 'મહા' જેવા ચક્રવાતને પગલે સાગર ખેડૂઓની હાલત કફોડી થઈ છે. જેને પગલે મહાવીર Fisheries Association ના પ્રમુખ રણછોડભાઈ ગોસીયાએ સરકાર પાસે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવીને સહાયની માંગ કરી છે.
