Skip to main content
Settings Settings for Dark

મા ઉમિયાના ચરણોમાં 4,25,55,501ના દાન સાથે વરમોરા ગ્રૂપના ગોવિંદભાઈ પટેલ મુખ્ય યજમાન

Live TV

X
  • મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ તા.૧૮થી ૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન ૮૦૦ વીઘા જમીનમાં યોજાશે

    કરોડો પાટીદારોના તીર્થસ્થાન ઊંઝામાં આગામી તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય ‘લક્ષચંડી મહાયજ્ઞ’ નિમિત્તે રવિવારે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ ઉમિયાબાગ, ઉમિયા સર્કલ, ઊંઝા ખાતે દાતાઓના દાનનાં વિશાળ પ્રવાહ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ‘ભવ્ય ઉછામણી’માં રૂ.૪,૨૫,૫૫,૫૦૧ના દાન સાથે મોરબીના વરમોરા ગ્રૂપના ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ મુખ્ય યજમાન બન્યા છે. જ્યારે રૂ.૧,૧૧,૧૧,૧૧૧ના દાન સાથે અમદાવાદના મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ (MAP) બીજા કુંડના યજમાન બન્યા છે. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના દાનેશ્વરીઓ ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો તેમજ ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દેશભરમાંથી પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ૮૦૦ વીઘા જમીનમાં યોજાનારા પાંચ દિવસીય ‘લક્ષચંડી મહાયજ્ઞ’માં દેશ-વિદેશથી ૬૦ લાખ જેટલા ભક્તો પધારશે.પ્રારંભમાં જય મા ઉમિયાના જયઘોષ સાથે લક્ષચંડી મહાયજ્ઞની ભવ્ય ઉછામણી કાર્યકમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલની વરણી થઈ હતી. ઉમિયા માતાજી સંસ્થાનના ઉપપ્રમુખ પ્રહ્‌લાદભાઈ કામેશ્વરે સ્વાગત પ્રવચન કર્યું હતું. સાથે જ લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય આચાર્ય રાજેશભાઈ શુક્લ મુંબઈવાળા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનું મહત્ત્વ સમજાવાયું હતું. સંસ્થાનના મંત્રી દિલીપભાઈ નેતાજી દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ અંગેની ગતિવિધિઓ અને માહિતી આપવામાં આવી હતી. જ્યારે ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ મણિભાઈ પટેલના હસ્તે ઓનલાઈન પેમેન્ટ ગેટવે લોન્ચિંગ થયું હતું. આ પ્રસંગે એમ.એસ. પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર આયોજનમાં યુવાવર્ગ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયો છે. મા ઉમિયાનું સ્થાન, ઊંઝા એ માત્ર મંદિર નથી, પરંતુ અહીં સમાજસેવા અને રાષ્ટ્રવિકાસનાં કાર્યો પણ થઈ રહ્યાં છે.

    આ મહાયજ્ઞ અંતર્ગત વિવિધ વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત યજ્ઞશાળા વિભાગ, અન્નપૂર્ણા વિભાગ, બાળનગરી વિભાગ, સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગ, ઇન્ડસ્ટ્રિયલ સ્ટીલ એક્ઝિબિશન વિભાગ, પાર્કિંગ વિભાગ અંતર્ગત ૫૦૦ વીઘા જમીનમાં પાર્કિંગ ઝોન નિર્માણ પામશે. જ્યારે જનરલ વિભાગમાં વહીવટી વિભાગ, વિશિષ્ટ મહેમાનોની સગવડ, પ્રસાદ વિતરણ સહિતનાં વિવિધ વિભાગોને આવરી લેવામાં આવ્યા છે.

    લક્ષચંડી મહાયજ્ઞમાં 51 શક્તિપીઠનું પ્રતીક મંદિર નિર્માણ પામશે
    મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ તા.૧૮થી ૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન ૮૦૦ વીઘા જમીનમાં યોજાશે. જેમાં, ૧૦૮ યજ્ઞકુંડ તેમજ ૧૧,૦૦૦ દૈનિક પાટલા ના યજમાનો ભાગ લેશે. આ યજ્ઞની શરૂઆત પૂર્વે ઉમિયા બાગમાં દિવ્ય-જ્યોતની સાક્ષીએ અવિરત ૧૬ દિવસ ૧૧૦૦ ભૂદેવો દ્વારા ‘દુર્ગા સપ્તશતી’ના એક લાખ ચંડીપાઠ શાસ્ત્રોક્ત વિધિથી પ્રારંભ થશે. જ્યારે ૨૪ વીઘા જમીનમાં ૫૧ શક્તિપીઠના પ્રતીક મંદિર સાથે ૮૧ ફૂટની ઊંચાઈની યજ્ઞશાળામાં ૩૫૦૦ વ્યક્તિઓ બેસી શકશે.

    ભવ્ય ઉછામણી અંતર્ગત વિવિધ ઉછામણીની વિગતો
    કાર્યક્રમમાં યજમાન સહિત વિવિધ ઉછામણીઓમાં ઉપસ્થિત હજારો ભાવિક ભક્તો સહભાગી બન્યા 

    ૧. યજ્ઞશાળા વિજય સ્તંભ : પટેલ કાશીભાઈ પ્રભુદાસ રૂસાત –ઊંઝા રૂ.૩૩,૩૩,૩૩૩
    ૨. બ્રાહ્મણ યજમાન :  પટેલ બાબુભાઈ કચરાભાઈ (JSIW), ખોરજ રૂ.૨૫,૫૫,૫૫૫
    ૩. મુખ્ય યજમાન : પટેલ ગોવિંદભાઈ ગણેશભાઈ (વરમોરા-મોરબી) રૂ.૪,૨૫,૫૫,૫૦૧
    ૪. બીજા કુંડના યજમાન : પટેલ મેહુલભાઈ અરવિંદભાઈ (MAP), અમદાવાદ રૂ.૧,૧૧,૧૧,૧૧૧
    ૫. ત્રીજા કુંડના યજમાન : પટેલ અમરતભાઈ બબલદાસ, અમદાવાદ રૂ.૨૫,૫૫,૫૫૫
    ૬. ચોથા કુંડના યજમાન : પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ (કામેશ્વર), અમદાવાદ રૂ.૨૧,૨૧,૧૨૧
    ૭. પાંચમા કુંડના યજમાન : પટેલ જોઈતીબેન મોહનલાલ (તલવાળા), ઊંઝા રૂ.૧૬,૬૬,૬૬૬
    ૮. છઠ્ઠા કુંડના યજમાન : હંસરાજ દેવજી ધોળુ (પ્રમુખ, વાંઢાય મંદિર) રૂ.૧૫,૫૫,૫૫૫
    ૯. સાતમા કુંડના યજમાન : પટેલ અમથાભાઈ નારાયણદાસ (પાર્થ) રૂ.૧૪,૪૪,૪૪૪
    ૧૦. આઠમા કુંડના યજમાન : સ્વ.પ્રવીણભાઈ મગનલાલ (ધરતી ગ્રૂપ), રૂ.૧૧,૧૧,૧૧૧
    ૧૧. નવમા કુંડના યજમાન સન સિલીયમ ઇન્ડસ્ટ્રીઝ, ઊંઝા (વિનુભાઈ) રૂ.૧૪,૪૪,૪૪૪
    ૧૨. યજ્ઞશાળા ભૂમિપૂજન : બાબુભાઈ જમનાદાસ પટેલ (BJP), અમદાવાદ રૂ.૧૧,૧૧,૧૧૧
    ૧૩. પાઠશાળા વિજયસ્તંભ : પટેલ ડાહ્યાભાઈ હરજીવનદાસ-દેવગઢ રૂ.૧૧,૧૧,૧૧૧
    ૧૪. મુખ્ય મંદિરની ધજા : ગં.સ્વ. જીવીબેન શંકરદાસ (દેવસ્ય ગ્રૂપ), અમદાવાદ રૂ.૧૨,૨૨,૨૨૨.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply