મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા કર્મીઓને માનવીય સંવેદનાને લક્ષ્ય બનાવી સેવા કરવા કહ્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવા કર્મીઓને માનવીય સંવેદના અને છેવાડાના અંત્યોદયના કલ્યાણ ભાવને લક્ષ્ય બનાવી સેવારત રહેવા આહવાન કર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવા કર્મીઓને માનવીય સંવેદના અને છેવાડાના અંત્યોદયના કલ્યાણ ભાવને લક્ષ્ય બનાવી સેવારત રહેવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, સામે વાળી અરજદારના સ્થાને પોતાની જાતને મૂકીને સમસ્યાના નિવારણ માટે પ્રતિબધ્ધ રહી સંવેદનશીલ પ્રશાસન અને સરકારની જન અનુભૂતિ પ્રજાજનોને કરાવવી એ નૈતિક જવાબદારી કર્તવ્ય આ નવનિયુક્ત કર્મયોગીઓ નિભાવે. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સેવામાં નિમણૂંક પામેલા 1054 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે હવે રાજ્ય સરકારની સેવાઓમાં કર્મયોગી અધિકારીઓનું કામગીરી મૂલ્યાંકન ટેકનોલોજી આધારિત કરાશે.