Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
મુખ્યમંત્રીની મોકળા મને સંવાદ કાર્યક્રમમાં આપ્યુ સંવેદનાસભર માર્ગદર્શન આપ્યુ | DD News Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની મોકળા મને સંવાદ કાર્યક્રમમાં આપ્યુ સંવેદનાસભર માર્ગદર્શન આપ્યુ

Live TV

X
  • CM વિજયભાઈ રૂપાણીએ મોકળા મને સંવાદની ચોથી કડીમાં વિચરતી વિમૂક્ત એવી 40 જ્ઞાતિઓના અદના ગરીબ ગ્રામીણ લોકોને આમંત્ર્યા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએમુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને સંવાદની ચોથી કડીમાંગઇકાલે રાજ્યની વિચરતી વિમૂક્ત એવી 40 જ્ઞાતિઓના અદના ગરીબ ગ્રામીણ લોકોને આમંત્ર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારો  - વ્યક્તિઓસાથે દોઢ કલાક જેટલો સમય વિતાવીને તેમની રજૂઆતો સંવેદનાથી સાંભળી માર્ગદર્શનઆપ્યું હતું.વિચરતી – વિમૂક્ત જાતિનીનવી પેઢીને અન્ય વિકસીતોની હરોળમાં લાવવા સરકારની વિવિધ યોજનાના લાભો રાજ્ય સરકારપ્રતિબદ્ધ છે.મુખ્યમંત્રીએ વિચરતીજાતિઓને યોજનાકીય કલ્યાણ લાભો આપીને વ્યથાને વ્યવસ્થામાં પલટાવવાની નેમ પણ વ્યક્તકરી હતી.મુખ્યમંત્રીશ્રી સમક્ષફૂલવાદી-મદારી નટ, બજાણિયા, વાંસિયા, દેવીપૂજક-પટણી, વણઝારા, ડફેર સહિતની વિવિધ વિચરતી જ્ઞાતિઓના સભ્યોએ વિવિધ રજૂઆતોકરી હતી.આ કાર્યક્રમમાં સામાજિકન્યાય અને અધિકારીતાના અગ્ર સચિવ શ્રી મનોજ અગ્રવાલ, અનુસૂચિત જાતિ કલ્યાણ તેમજ વિકસતી જાતિ કલ્યાણ નિયામકપ્રકાશ સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    સદીઓથી આપણે ત્યાં વાદી-મદારીઓની જિંદગી સાપના ખેલ બતાવવાની રહી હતી. સાપ પકડો, ખેલ કરો, જે મળે તે ખાઓ અને ફરતાં રહો. વન્ય જીવો પર થતાં અત્યાચારને રોકવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો અને વાદીઓની જિંદગીમાં અંધારું થઈ ગયું. પરંતુ સરકારે વિચરતી જાતિ શિક્ષિત બની પગભર થાય, તેમજ આર્થિક અને સામાજિક વિકાસ થાય તે હેતુથી વિચરતી વિમુક્ત જાતિ વિભાગ શરૂ કર્યો.ગુજરાત સરકાર ઇચ્છે છે કે, વાદી અને મતદારોની જિંદગીમાં પણ નવો વળાંક આવે તેમજ તેમના પરિવારજનો ખુબજ શાંતિ અને સુખી જીંદગી વિતાવે જેને માટે સરકાર તમામ પ્રકારની મદદ કરવા પણ તૈયાર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply