Skip to main content
Settings Settings for Dark

રેલવે સમાચાર : ઉત્તર રેલવેનો 90 દિવસનો મેગા બ્લોક, અનેક ટ્રેનો રદ્દ

Live TV

X
  • ઉત્તર રેલવેમાં 15મી નવેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી બે ટ્રેન આંશિક રદ્દ અને બે ટ્રેન સંપૂર્ણ પણે રદ્દ રહેશે.

    ભારતીય રેલવેના મુરાદાબાદ મંડલના હરિદ્વાર-દેહરાદૂન સેક્શન પર દેહરાદૂન યાર્ડના પૂર્ણ યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે ઉત્તર રેલવે દ્વારા 90 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ્દ કરાઈ છે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે જ્યારે અમુક ટ્રેનોને થોડા સમય માટે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.. આ મેગા બ્લોકના કારણે ગુજરાતની ચાર ટ્રેનો પ્રભાવિત થશે. 15 નવેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી ચાલનારા આ મેગા બ્લોકાના લીધે ગુજરાતમાંથી આવનજાવન કરતી બે ટ્રેનો રદ રહેશે જ્યારે બે ટ્રેનો આંશિક રદ રહેશે.

    મેગા બ્લોકથી આ ટ્રેનોને અસર
    ઓખા-દહેરાદુન ઉતરાંચલ ઍક્સપ્રેસ ટ્રેન રદ 
    દહેરાદુનથી ઓખા આવતી ટ્રેન રદ 
    અમદાવાદ-હરિદ્વાર યોગા ઍક્સપ્રેસ મેરઠ-હરિદ્વારની વચ્ચે રદ 
    હરિદ્વારથી અમદાવાદ આવતી યોગા ઍક્સપ્રેસ હરિદ્વારથી મેરઠ સિટીની વચ્ચે રદ

    12મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ ટ્રેનોને અસર
    ભારતીય રેલવેની માહિતી પ્રમાણે 90 દિવસના આ મેગા બ્લોક ઉપરાંત અજમેર- પાલનપુર રેલવે સેક્શન પર ટ્રેકને ડબલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે પણ કેટલીક ટ્રેનો રદ થઈ છે. ડબલિંગની કામગીરીના કારણે 4 ટ્રેનો આંશિક રૂપે રદ થઈ છે જ્યારે 12 ટ્રેનના માર્ગ પરિવર્તન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ અમદાવાદથી આવનજાવન કરતી કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.આગામી અજમેર-પાલનપુર રેલવે સેક્શન પર ડબલિંગની કામગીરીના કારણે 12 ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોમાં અમદાવાદ-સુલતાનપુર-અમદાવાદ ઍક્સપ્રેસ, અમદાવાદ-અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી, અમદાવાદ-કોલકાત્તા-અમદાવાદ ઍક્સપ્રેસ, અમદાવાદ આગ્રા કેન્ટ ઍક્સપ્રેસ, ગ્વાલિય- અમદાવાદ ઍક્સપ્રેસ, બરેલી-ભુજ-બરેલી ઍક્સપ્રેસ, મહેસાણા-આબુ રોડ પેસેન્જર ડેમું ટ્રેન રદ રહેશએ. જ્યારે વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ ઍક્સપ્રેસ એક કલાક મોડી ચાલશે અને કોલકાત્તા- અમદાવાદ ઍક્સપ્રેસ સમય કરતા 35 મિનીટ મોડી ચલાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply