Skip to main content
Settings Settings for Dark

વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું સમાપન

Live TV

X
  • ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડનગરના આંગણે સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો તાના-રીરી મહોત્સવ વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામ્યો છે.

    મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સંગીત સામ્રજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડનગરના આંગણે સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો તાના-રીરી મહોત્સવ વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામ્યો છે. જેનો દ્વ્રિ દિવસીય તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહમાં ઉપસ્થિત સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે તાના-રીરી મહોત્સવ થકી વડનગરની આ સંગીત યાત્રાએ વૈશ્વિક નામના મેળવી છે. તાના-રીરી મહોત્સવ સમપાન પ્રસંગે ઉપસ્થિત વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું ગુજરાતના વિકાસ અને તેની સંસ્કૃતિને વિશ્વ સુધી મુકવાનું કામ વડનગરના સપૂત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩ થી તાના-રીરી મહોત્સવ પ્રારંભથી કર્યો છે. અને તેના દ્વારા સંગીત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે ઉત્તર ગુજરાતની કલાધરા વડનગર ખાતે યોજાતા મહોત્સવને માણવા કલારસિકો દુરદરુથી આવે છે.ગુજરાતની સંગીત તેમજ ગાયનકલાને ઉન્નત શિખરો પર પહોંચાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તાના-રીરી વ્યક્તિ નહી પરંતુ વૈશ્વિક ચેતના બની છે સમાપન સમારોહમાં તબલા-તબલા સંસ્થાનની દિકરીઓ દ્વારા અને જુગલબંધી સિતાર સપ્તક સંસ્થાની દિકરીઓ દ્વારા રજુ કરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply