મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવલખી બંદર ઉપર 192 કરોડ રૂપિયાના ખર્ચે નવી અદ્યતન જેટી બનાવવાની જાહેરાત કરી
Live TV
-
નવલખી બંદર ઉપર 192 કરોડના ખર્ચે નવી અદ્યતન જેટીના નિર્માણની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 485 મીટરની અદ્યતન જેટીના બાંધકામથી નવલખી બંદરની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં 12 MMTAનો વધારો થશે.
આયાત નિકાસ વૃધ્ધિથી વાર્ષિક અંદાજે 50 કરોડ રૂપિયાની વધારાની આવક રાજ્યને મળશે.
કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટમાં 40 કરોડ રૂપિયાની સહાય નવલખી બંદરને મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરીઓ મળ્યા બાદ નવલખી બંદરના નવીનીકરણનું કામ હાથ ધરાશે, જે 2 વર્ષમાં પુરૂ કરવાનો અંદાજ છે.
