મ્યુકર-માઈકોસિસઃ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને Ampho-tericin B (Liposomal) ના 23,600 Vials ની ફાળવણી
Live TV
-
કોરોના મહામારી વચ્ચે દેશમાં બ્લેક ફંગસના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ બિમારીને મહામારી જાહેર કરી રહ્યાં છે. આ સાથે બિહાર, છત્તીસગઢ અને ઉતરાખંડ રાજ્યોએ પણ આ બિમારીને મહામારી જાહેર કરી છે.. અત્યાર સુધી 14 રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસ બિમારીને ઝડપથી ઓળખીને જરુરી ઉપાય કરવા માટે નિર્દેશ કર્યો છે. મ્યુકર-માઈકોસિસ સામે લડવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને Ampho-tericin B ના 23 હજાર 600 Vials ની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી 5 હજાર 800 Vials ગુજરાત રાજ્યને ફાળવવામાં આવ્યા છે. આ બિમારી સંદર્ભે કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ વિસ્તારથી સમીક્ષા કરી હતી. બ્લેક ફંગસ અંગે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બ્લેક ફંગસની દવા બનાવવા માટે વધુ 5 કંપનીઓને કહેવામાં આવ્યું છે જે આગામી સમયમાં 1 લાખ 11 હજારથી વધુ ડોઝ તૈયાર કરશે. આ સાથે ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીર સરકારે આંશિક કર્ફ્યુ 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
