રાજ્ય સરકારે હવામાંથી 300 ટન તબીબી ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરી
Live TV
-
રાજ્ય સરકારે હવામાંથી 300 ટન તબીબી ઓક્સીજન મેળવી શકાય એવા 36 પીએસએ ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરી છે. જામનગર જિલ્લામાં ઝાખરમાં નાયરા એનર્જી જૂથ દ્વાર શરૂ કરાયેલ કોવીડ કેર સેન્ટરનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઝાખરમાં 100 બેડની ક્ષમતાવાળું કોવીડ કેર સેન્ટર શરૂ કરીને નાયરા એનર્જી જૂથે પોતાની સામાજીક જવાબદારી નીભાવી છે. નાયરા જૂથ દ્વારા પીએસએ ઓક્સીજનના બેપ્લાન્ટ જામનગર તથા દ્વારકા ખાતે જનસેવામાં સમર્પિત કર્યા છે. સાંસદ પૂનમ માડમે નાયરા એનર્જી મેડીકલ-પેરામેડિકલ સુવિધા સાથેનું કોવીડ કેર સેન્ટર શરૂ કરવા માટે નાયરા એનર્જીનો આભાર માન્યો હતો. કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ કોવીડ સેન્ટરથી સંબંધીત વિસ્તારમાં કોવીડની શ્રેષ્ઠ આરોગ્ય ઉપચાર સેવા લોકોને મળવા લાગી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી છે.
