Skip to main content
Settings Settings for Dark

યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા કોવિડ મેડીકલ સાધનોનું વિતરણ

Live TV

X
  • વડોદરા જિલ્લામાં યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા કોવિડ મહામારીની સારવાર માટે જરૂરી અનેક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 10 લિટર ક્ષમતા ધરાવતા 36 નંગ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ, 200 નંગ પલ્સ ઑક્સિમીટર અને 12,700 નંગ જંતુરહિત રબરના હાથના મોજા જેવા એડવાન્સ મેડીકલ સાધનોનો સમાવેશ થાય છે.  યુનાઇટેડ વે ઓફ બરોડા એ ભારતમાં સ્થાપિત પ્રથમ સ્થાનિક નફાકારક, બિન સરકારી સંસ્થા છે. જે  ગુજરાત સહિત વડોદરા શહેરમાં સમાજ સેવાના કાર્યોમાં જોડાયેલ છે. આર્થિક રીતે ગરીબ અને નિર્બળ સમુદાયોની આરોગ્ય, શિક્ષણ અને આજીવિકા સંબંધિત સેવાઓ આપી રહી છે. આ કાર્યક્રમમાં ડી.ડી.ઓ.કિરણ ઝવેરી, ડૉક્ટર જૈન, સી.ડી.એચ.ઓ એસ.કે.જૈન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ..ઉદય તિલાવટ, ​​ઇન્ચાર્જ સી.ડી.ઓ મિનેશભાઇ પટેલ, યુનાઇટેડ વેના ડૉ.બિનીતા વર્ડિયા તેમજ દાતાઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply