રાઈડ દુર્ઘટનામાં જવાબદારો સામે કડક પગલા લેવાશે: CM
Live TV
-
અમદાવાદના કાંકરિયા ખાતે એડવેન્ચર પાર્કમાં એક રાઇડ તુટતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હતા અને 26 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલ લોકોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને લઈ મણિનગર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરની એલ.જી.હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લીધી હતી.
