રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે લેબ શરૂ કરાઈ
Live TV
-
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબ ઉભી કરવા માટે યુનિવર્સિટીમાં 15 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો પણ વસાવવામાં આવ્યા છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબ ઉભી કરવા માટે યુનિવર્સિટીમાં 15 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો પણ વસાવવામાં આવ્યા છે.
કોરોના સામે લડવા માટે સૌથી જરુરી છે ટેસ્ટિંગ વધારવું જેને લઈને સરકારે વિવિધ યુનિવર્સિટીઓમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરુ કરવાનું આયોજન કર્યુ હતુ. આ નિર્ણયને લઈને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ માટેની લેબ શરુ કરાઈ છે. આ લેબમાં ટેસ્ટનો રિપોર્ટ 6 કલામાં મળી જશે. અત્યારે આ લેબમાં 4 ટેક્નિશિયન રાખવામાં આવ્યા છે. કોરોનાના ટેસ્ટ કરવા માટેની સમગ્ર વ્યવસ્થા યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં કરવામાં આવી છે. તો વિવિધ આરોગ્ય કેન્દ્ર પરથી આવતા કોરોના ટેસ્ટના સેમ્પલ અહીં મોકલવામાં આવશે. ત્યારબાદ યુનિવર્સિટીના લેબ ટેક્નિશિયન સેમ્પલનો ટેસ્ટ કરી જેતે આરોગ્ય કેન્દ્ર પર રિપોર્ટ મોકલવામાં આવશે.