રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા વાવાઝોડાની સ્થિતિમાં પણ ઓક્સિજન સપ્લાય ચાલુ રખાયો
Live TV
-
રાજ્યમાં તાઉ'તે વાવાઝોડાને પગલે વિષમ પરિસ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં કોવિડના દર્દીઓને તકલીફ ન પડે તે માટે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા વધુ બે ઓક્સિજન એક્સપ્રેસ રવાના કરવામાં આવી હતી.
ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડામાં પણ દેશમાં ઓક્સિજનની સપ્લાય માટે રેલવે દ્વારા દિવસ-રાત કામગીરી ચાલુ રખાઈ હતી. જામનગર પાસે આવેલ રિલાયન્સ દ્વારા બનાવાઈ રહેલ ઓક્સિજન દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં મોકલાવાનો હતો. આ ઓક્સિજન સપ્લાય વાવાઝોડાની સ્થિતિમાં સપ્લાય કરાયો હતો.
સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ જામનગર પાસે આવેલા રિલાયન્સ રેલ સાઇડિંગ દ્વારા પ્રથમ ટ્રેનમાં દિલ્લી નજીક ઓખલા માટે 103.16 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન રવાના કરવામાં આવ્યો હતો. તો બીજી ટ્રેનમાં આંધ્ર પ્રદેશના ગંટૂર માટે 65. 27 ટન લિક્વિડ ઓક્સિજન રવાના કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે રાજકોટ ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 30 ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં 2880.81 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે.
