Skip to main content
Settings Settings for Dark

રાજકોટ નજીક નિર્માણ થનારા પ્રોજેક્ટ્સને લઇ CM વિજય રૂપાણીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

Live TV

X
  • રવિવારની જાહેર રજા છતાં CM રૂપાણીએ નિવાસ સ્થાને યોજી બેઠક

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજકોટ નજીક નિર્માણ થનારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. રવિવારની જાહેર રજા છતાં પણ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક યોજીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અદ્યતન આરોગ્ય સુવિધાઓ સાથેની એઈમ્સ હોસ્પિટલના પ્રોજેક્ટ્સની કામગીરીમાં થયેલી પ્રગતિની માહિતી મેળવી હતી. 

    આ ઉપરાંત તેમણે રાજકોટ નજીક બની રહેલા કન્ટેનર ડેપો, ખીરસરા જીઆઈડીસીમાં માળખાકીય સવલતો તેમજ ઉદ્યોગકારો, ઉદ્યોગ સાહસિકો માટેની અન્ય આનુસાંગિક સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી. આ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે હેતુથી રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો વચ્ચે સંકલન માટે પણ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અગ્ર સચિવ એમ કે દાસ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અને પ્રવાસનના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના સચિવ તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગરના કલેકટર સહિતના સંબંધિત અધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply