સારંગપુરમાં સંસ્કૃત મહાવિદ્યાલયના વિશાળ નૂતન ભવનનું ઉદઘાટન
Live TV
-
ત્રણ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો રહ્યા હાજર
વિશ્વવિખ્યાત યાત્રાધામ અને તીર્થધામ એવા સારંગપુરમાં મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિશાળ નૂતન ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવેકસાગર સ્વામી, સારંગપુર મંદિરના કોઠારી સંત જ્ઞાનેશ્વર સ્વામી તેમજ સોમનાથ વિશ્વવિદ્યાલય, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને તિરુપતિ સંસ્કૃત વિદ્યાપીઠ એમ ત્રણ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા
