Skip to main content
Settings Settings for Dark

રાજકોટ: વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓને રસી આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી

Live TV

X
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદેશ ભણવા જવા માગતા સ્ટુડન્ટને રસી આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદેશ ભણવા જવા માગતા સ્ટુડન્ટને રસી આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મહાનગરપાલિકા દ્વારા વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની એક ડેટાબેસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર એક લિંક અપલોડ કરવામાં આવ્યું છે. જે લીંકના માધ્યમથી વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પોતાની માહિતી અપલોડ કરશે. જે માહિતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારને મોકલવામાં આવશે તેમજ ત્યારબાદ સરકાર દ્વારા જ્યારે રેજીસ્ટ્રેશન કરાવેલ આ તમામ વિદ્યાર્થીઓને રસી આપવાની સુચના આપવામાં આવશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટેનો એક વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દેશોમાં કોવેક્સિનને મંજૂરી આપવામાં નથી આવી માત્ર કોવીશિલ્ડ રસી લીધી હોય તે વ્યક્તિઓને જ દેશમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં આ પ્રકારના તમામ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને કોવીશિલ્ડ રસી આપવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
apply