રાજકોટ સિવિલમાં મ્યુકરમાઈકોસીસના 8 વોર્ડમાં 510 દર્દીઓ સારવાર હેઠળ
Live TV
-
રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરમાઈકોસીસના રોગચાળાને પહોંચી વળવા આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના 8 વોર્ડ કાર્યરત છે અને અહીં 510 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસીસને લગતી 16થી વધુ સર્જરી થઈ ચૂકી છે. અહીં દર્દીઓના સાજા થવાનો રેશિયો પણ 90 ટકાથી વધુ છે. મહત્વની વાત એ છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ નવા રોગચાળાની સારવાર પણ તદ્દન મફત કરવામાં આવે છે. રાજકોટ સિવિલ ખાતે મ્યુકર માઈકોસીસના દર્દીઓને ENT, એનેસ્થેસિયા, મેડિસીન, ડેન્ટલ, ન્યુરોલોજિસ્ટ સહિતના ડોકટર ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. જે માટે 600 થી વધુ નો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. બીજી તરફ અહીં આવતા દર્દીઓ અને તેમના સગાઓ પણ સિવિલ કામગીરી જોઈ રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.
