વાવઝોડાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિડીયો બનાવ્યો
Live TV
-
વાવઝોડામાં કૃષિ પાકોને અને બાગાયત પાકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. બાગાયત પાકોની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે, ઘણાં ખેડૂતોના વૃક્ષ પડી ગયા અનેક વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા ,ત્રાંસા થઈ ગયા , કે નમી ગયા છે. તે વૃક્ષોને કઈ રીતે બચાવી શકાય તેને લઈને આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષોને કઈ રીતે બચાવી શકાય તે માટે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડવા માટે એક પ્રેક્ટીકલ વીડીયો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વાવાઝોડાને કારણે પડી ગયેલા અલગ-અલગ વૃક્ષોને પાછા ઊભા કરતા પ્રેક્ટીકલ વીડીયો સાથે માહિતી ખેડૂતો માટે તૈયાર કરવામાં આવી છે. અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના અનેક ખેડૂતોને પહોંચે અને વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષોને ખેડૂતો પાછા ઊભા કરે અને નુકશાનીથી બચે તે હેતુથી આ પ્રકારનું કાર્ય યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
