રાજ્યમાં કોરોનાનાં 4,251 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 87.97 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 4,251 નવા દર્દીઓ નોંધાયા છે જયારે 8,783 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 87.97 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 6,86,581 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 87.97 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ રસીકરણ 1,17,524 થયું
સુરતમાં 440, અમદાવાદમાં 831, વડોદરામાં 541, રાજકોટમાં 287 ગાંધીનગરમાં 99, મહેસાણામાં 92, ભરૂચમાં 91, જામનગર 186, જૂનાગઢમાં 149, સાબરકાંઠા 81, ભાવનગર 224, મોરબીમાં 23, અમરેલીમાં 54 કેસ નોંધાયા છે.
