DyCM: રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે નાગરિકો વધુ સુરક્ષિત
Live TV
-
કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે નાગરિકોને વધુ સુરક્ષિત કરવામાં સફળતા મળી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, નાના વેપારીઓના ધંધા-રોજગાર શરૂ કરવા આપેલી છૂટછાટમાં લોકો સ્વયંભૂ જાગૃત રહે તે અત્યંત જરૂરી છે. સાથે જ તેમણે મ્યુકરમાઈકોસીસની ઝડપી સારવાર મળી રહે તે માટે અલાયદા વોર્ડની રચના કરી, સારવાર પૂરી પડાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
