રાજપીપલા શહેર અને જિલ્લાને હરિયાળો બનાવવા “ગ્રીન નર્મદા” પ્રોજેકટ હાથ ધરાયો
Live TV
-
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા શહેર સહિત સમગ્ર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે જિલ્લા તંત્ર દ્રારા “ગ્રીન નર્મદા” પ્રોજેકટ હાથ ધરાયો છે. આ અંતર્ગત તંત્ર દ્વારા તમામ સરકારી તેમજ સામાજિક – સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત મહત્તમ રોપાઓનું વાવેતર કરાવી, તેના ઉછેર અને યોગ્ય માવજત સહિતની તમામ બાબતોની પૂરતી કાળજી લેવાઇ રહી છે. આ ઉપરાંત જિલ્લામાં સરકારી નર્સરીઓ મારફત ૨૨.૪૦ લાખ રોપા અને ખેડૂત લાભાર્થી ખાતેદાર મારફત તૈયાર કરાયેલ ૮.૮૦ લાખ સહિત અંદાજે કુલ ૩૧.૨૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ પહેલાં જરૂરી ખાડાઓ ખોદાવીને તૈયાર રાખવાથી લઇ પ્રથમ વરસાદ થયા બાદ જે તે નિયત કરાયેલ રોપાઓનું સમયસર વાવેતર થાય અને યોગ્ય ઉછેર થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે.
