રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનર જયંતિ રવિએ 1થી 8 ઓગષ્ટ દરમિયાન બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી કરવાની કરી જાહેરાત
Live TV
-
રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનર જયંતિ રવિએ એક થી 8 ઓગષ્ટ દરમિયાન બ્રેસ્ટ ફિડિંગ વીકની ઉજવણી કરવાની કરી જાહેરાત. નવજાત બાળકોની માતાઓને નિયમિત સમયે સ્તનપાન કરાવવા કર્યો અનુરોધ.- બ્રેસ્ટ ફીડિંગને ગણાવી ઉત્તમ વેક્સિન.
માતાનું દૂધ નવજાત બાળક માટે અમૃતસમાન ગણાય છે. માતાઓમાં સ્તનપાન અંગે ,જાગૃતિ આવે, તે માટે ,દર વર્ષે ,એકથી આઠ ઓગસ્ટ દરમિયાન ,દેશમાં "બ્રેસ્ટ ફિડિંગ વીક" ની ઉજવણી કરવામાં આવે છે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યું હતું ,કે નવજાત માટે ,સૌથી સારી રસી ,માતાનું દૂધ ગણાય છે. માતાના દૂધના સેવનને કારણે ,પાંચ વર્ષથી ,ઓછી વયના શિશુઓમાં ,મૃત્યુદર ઘટે છે. તેમણે ઉમેર્યું હતું ,કે નોકરી કરતી મહિલાઓ ,બાળકને સમયસર ફિડિંગ નથી કરાવી શકતી ,તેમના માટે ,કાર્યસ્થળે ,ફ્રેન્ડલી બ્રેસ્ટ ફિડિંગ સેન્ટર ,બનાવવા જોઈએ.
