Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 26 લોકસભા બેઠક માટે 328 ઉમેદવારોના ફોર્મ માન્ય

Live TV

X
  • રાજ્યની 26 લોકસભા બેઠક માટે 328 ઉમેદવારોના ફોર્મ માન્ય

    ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે 7મી મેના રોજ ચૂંટણી યોજવાની છે. 19મી એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે 26 બેઠક પર 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તો વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. લોકસભા બેઠક માટે ફોર્મની ચકાસણીના અંતે ચૂંટણી પંચે 328  ઉમેદવારોના ફોર્મ માન્ય રાખ્યા છે. સૌથી વધુ ગાંધીનગર બેઠક પર 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

    લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠક પર પેટાચૂંટણી યોજાનાવી છે. પાંચ બેઠકો પર 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 27 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે તે ઉમેદવારો બપોરે ત્રણ વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. જ્યારબાદ ચૂંટણી પંચ દ્વારા બેઠક મુજબ હરીફ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply