રાજ્યમાં કોરોનાનાં 1,561 નવા દર્દીઓ સાથે રિકવરી રેટ 95.21 ટકા થયો
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,561 નવા દર્દીઓ નોંધાયા છે, જયારે 4,869 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો 95.21 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 7,71,860 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આરોગ્ય વિભાગની યોગ્ય કામગીરીને કારણે રાજ્યમાં રિકવરી રેટ 95.21 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 1,96,793 વ્યકતિઓનું રસીકરણ પૂર્ણ.
સુરતમાં 252, અમદાવાદમાં 262, વડોદરામાં 278, રાજકોટમાં 128, ગાંધીનગરમાં 17, મહેસાણામાં 24,જામનગરમાં 60, ભરૂચમાં 47, નર્મદામાં 4, જૂનાગઢમાં 90, સાબરકાંઠા 20, મોરબીમાં 3, અમરેલીમાં 42, કેસ નોંધાયા છે.
