રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 4205 કેસ નોંધાયા, જયારે 8445 દર્દીઓ થયા સાજા
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 6,95,026 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 80,127 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 679 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 79,448 સ્ટેબલ છે
ગુજરાતમાં આજે કોરોનાનાં 4205 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 54 દર્દીનું મૃત્યુ થયેલ છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 9523 એ પહોંચ્યો છે. જ્યારે 8445 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 88.57 ટકાએ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 692, સુરત કોર્પોરેશન 294, વડોદરા કોર્પોરેશન 380, રાજકોટ કોર્પોરેશન 169, વડોદરા 165, કચ્છ 106, ગાંધીનગર 44, સુરત 156, રાજકોટ 162, અમરેલી 83, ખેડા 104, ભરૂચ 100, ગાંધીનગર કોર્પોરેશન 38, જામનગર કોર્પોરેશન 118, જુનાગઢ કોર્પોરેશન 73, સાબરકાંઠા 134, મોરબી 14, જુનાગઢ 58, ગીર સોમનાથ 57, મહીસાગર 59 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 6,95,026 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 80,127 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 679 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 79,448 સ્ટેબલ છે.
જો રસીકરણની વાત કરીયે તો રાજ્યમાં આજે કુલ 1,47,860 વ્યક્તિઓનું રસીકરણ કરવાંમાં આવ્યું છે. જયારે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1,52,15,612 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જે પૈકી 18 વર્ષથી 45 વર્ષની વય ધરાવતા અત્યાર સુધીમાં કુલ 6,44,507 લોકોનું કોરોના વિરોધી રસીકરણ થયું છે.
