Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં મેઘમહેર

Live TV

X
  • રાજ્યના 22 જિલ્લાઓના 84 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ

    રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં મેઘમહેર યથાવત રહી છે. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાની ધીમી સવારી રહી હતી..જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વધુ વરસ્યો છે. છેલ્લી મળતી માહિતી અનુસાર રાજ્યના 22 જીલ્લાઓના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદ ઉપર નજર કરીએ તો ડાંગના વઘઈમાં 158 મિલીમીટર અને સુબિરમાં 104 મિલી મીટર વરસાદ થયો છે. તાપીની નિઝરમાં 87 મિલી મીટર, ડાંગના આહવામાં, 85 મિલીમીટર, વલસાડ ના કપરાડામાં 52 મિલીમીટર, નવસારીના વાંસદામાં 49 મિલીમીટર, ચીખલીમાં 44 મિલીમીટર અને ખેર ગામમાં 33 મિલીમીટર તેમજ તાપીના દોલ વન માં ,25 મિલીમીટર ,અને કુકર મુંડા માં, 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જેનાથી સર્વત્ર ,વાતાવરણ ખુશનુમા બની ગયુ છે. વરસેલા વરસાદને કારણે, રાજ્યના જળાશયો માં પણ ,પાણી ની નવી આવક થતાં ,ઉકાઇ ડેમ ની જળ સપાટી ,278.18 ફૂટ પર પહોંચી છે.જ્યારે મધુબન ડેમની સપાટી 73.65 મીટર પર પહોંચી હતી. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું ,કે ,આગામી ત્રણ-ચાર દિવસ માં, ભારે થી, અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો ઉપર વાસ માંથી સરદાર સરોવર ડેમમાં પાણી ની આવક થઈ રહી છે. હાલ 32 હજાર 758 ક્યુસેક પાણી ની આવક, થઈ રહી છે. ડેમમાં ,હાલ , 1,576.71 મિલિયન ક્યુબિક મીટર ,લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે અને મુખ્ય કેનાલમાંથી 12 હજાર 840 ક્યુસેક પાણી સિંચાઈ અને પીવા માટે છોડવામાં આવી રહ્યું છે. એ જ રીતે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીર આવ્યાં છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં 86 એમએમ, નવસારીમાં 74 એમએમ, ગણદેવીમાં 19 એમએમ, ચીખલીમાં 100 એમએમ, વાસંદામાં 180 એમએમ, જ્યારે ખેર ગામ માં ,80 એમએમ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે, પૂર્ણા નદી ની જળસપાટી 10 ફુટ, કાવેરી નદીની જળ સપાટી 10 ફુટ થઇ છે. નવસારી જિલ્લાના ડેમ ની વાત કરીએ તો કેલ્યા ડેમની જળ સપાટી 1,06,00 મીટર અને એની ઓવર ફ્લો સપાટી 11,340 મીટર થઇ છે. એ જ રીતે જુજ ડેમમાં જળ સપાટી 159.20 મીટર હતી અને તેની ઓવરફ્લો સપાટી 167.50 મીટરે પહોંચી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply