Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વધ્યો ઠંડીનો પ્રકોપ, નલિયા અને ડીસામાં તાપમાનનો પારો નીચે પહોંચ્યો 

Live TV

X
  • નલિયામાં ડિસેમ્બરની શરૂઆતમાં જ 11.5 ડિગ્રી, જ્યારે બનાસકાંઠાના ડીસામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું 

    કચ્છના નલિયામાં ડિસેમ્બરની શરુઆતમાં જ ન્યૂનતમ 11.5 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે બનાસકાંઠાડના ડીસામાં 14.8 ડિગ્રી, ભુજમાં 15.4 અને કંડલા એરપોર્ટ પર 15.7 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે.

    તાપમાન માં આગામી ત્રણ દિવસ માં કોઇ ફેરફાર નહીં થાય. ગુજરાતના ઉત્તર વિસ્તાર અને કચ્છમાં ધીમે ધીમે ઠંડીની મોસમ જામી રહી છે. કચ્છના નલિયામાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાનના આંકડાઓમાં જંગી ફેરફાર જોવા મળ્યો હતો. 

    નલિયામાં મહત્તમ 30 ડિગ્રી અને ન્યૂનતમ 11.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ગુજરાતના દક્ષિણ વિભાગ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લગભગ તમામ વિસ્તારોમાં સમાન તાપમાન રહ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply