Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 1 જૂન થી 5 દિવસની હળવા વરસાદની આગાહી: હવામાન વિભાગ

Live TV

X
  • હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી ચારથી પાંચ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, મતલબ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યાં છે. અરબી સમુદ્ર પરથી ફૂંકાતા પવનના કારણે ભેજનું પ્રમાણ ઘણું જ ઉંચું નોંધાઈ રહ્યું છે. સવારે 8.30 વાગ્યે 71 ટકા અને સાંજે 5.30 વાગ્યે 48 ટકા જેટલો ભેજ નોંધાયો હતો. અમદાવાદમાં ગરમી માત્ર 39.7 ડિગ્રી જ નોંધાઈ હતી. પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોય એવી સ્થિતિ હવે ચાલશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.
     
    હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં તા. 31-05ના રોજ વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં, તા. 31-5થી તા.1-06 વચ્ચે ડાંગ, વલસાડ, નવસારી, દમણ,દાદરા નગર હવેલીમાં, તા.1-06થી તા.2-06 વચ્ચે વલસાડ, નવસારી, ગીર, સોમનાથ, અમરેલીમાં તા. 2-06 થી તા.3-06 રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જ્યારે તા.03-06 થી તા. 4-06 વચ્ચે વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. 
     
    ઉલ્લેખનીય છે કે, આંદામાન નિકોબાર ખાતે ૨૧ મેના રોજ જ નૈઋત્યનું ચોમાસું પહોંચી ચૂક્યું હતું. બંને એજન્સીઓ દ્વારા થોડા સમય પહેલાં જ આગાહી કરવામાં આવી હતી કે, 2 જૂને ચોમાસું કેરળ પહોંચી જશે. વાવાઝોડું તૌકતે અને વાવાઝોડું યાસ ભારતના પશ્ચિમી અને પૂર્વીય રાજ્યો ઉપર ત્રાટક્યું છતાં હવામાન વિભાગે ચોમાસું નિયમિત હોવાની વાત કરી હતી. બીજી તરફ ગોવામાં પાંચ જૂને અને મુંબઈમાં ૧૫ જૂને ચોમાસું પહોંચી જવાની આગાહીમાં હજી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply