Skip to main content
Settings Settings for Dark

રાજ્ય પર મહા વાવાઝોડાનો ખતરો, દીવ, સુરત, રાજકોટ સહિતના તમામ દરિયાકાંઠે એલર્ટ

Live TV

X
  • રાજ્ય પર મહા વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે..  આગામી 6 નવેમ્બરે મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. 

    રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ 
    મહા વાવાઝોડાને લઈને રાજકોટ જિલ્લા કલેકટર કચરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમા વાવાઝોડાની સ્થિતિ અને તેની અસરને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ, એસડીઆરએફ, એનડીઆરએફ, પીજીવીસીએલ, જેટકો સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં એક એનડીઆરએફ તેમજ બે એસડીઆરએફની ટિમો તૈનાત કરવામાં આવશે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રાખવમાં આવ્યા છે. 

    વલસાડમાં પણ NDRF ટીમ તૈનાત 
    મહા વાવાઝોડા ને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે...  વલસાડ ખાતે એક NDRF ટીમ પણ આવી પહોંચી છે... જેને હાલ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.. NDRFની ટીમે ડિઝાસ્ટર વિભાગ તેમજ પોલીસને સાથે રાખીને વલસાડ જિલ્લાના દરિયા કાંઠાના ગામોમાં નિરીક્ષણ કરીને માછીમારો સાથે મુલાકાત કરી હતી..  તીથલના દરિયામાં પણ એનડીઆરએફની ટીમે નિરીક્ષણ કર્યું હતું..  .બપોરે 2 વાગ્યાથી તિથલ બીચ સેહલાણીઓ માટે 2 દિવસ સુધી બંધ કરી દેવાયો છે..  
    બાઈટ - સી.આર.ખરસાણ ,કલેકટર,વલસાડ

    દીવ પ્રશાસન એલર્ટ
    મહા વાવાઝોડુ દીવમાં ત્રાટકવાની આગાહીને પગલે દીવ પ્રશાસન પણ એલર્ટ પર છે..  છેલ્લા બે દિવસોથી બેઠકોના દૌર બાદ દીવ કલેક્ટર સલોની રાયે ઉપરાંત પરિવહન સચિવ સહિતના અધિકારીઓએ સવારે વાવાઝોડાની જ્યાં સૌથી વધુ અસર થઈ શકે છે તેવા ઘોઘલા  વિસ્તારની મુલાકાત લીધી હતી.. અહીંના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના કલેક્ટર દ્વારા અપાઈ છે..  તો વણાકબારા વિસ્તારમાં રાહતકેમ્પોની મુલાકાત લઈ કલેક્ટરે સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું..  કલેક્ટરની સાથે ડેપ્યુટી કલેક્ટર તેમજ એસ.પી. અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..  
    બાઈટ 1. દીવ કલેકટર સલોની રાય

    સુરત જિલ્લા કલેક્ટરે યોજી બેઠક 
    આ તરફ મહા વાવાઝોડાની આગાહીના પગલે સુરત જિલ્લા કલેકટરે  એક મહત્વની બેઠક યોજી હતી.. આ બેઠકમાં સુરત પોલીસના તેમજ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. આપત્તિ સમયે સલામતી અને સુરક્ષાના પગલાં લેવા સહિતની ચર્ચા આ બેઠકમાં કરાઈ હતી..  તકેદારીના ભાગ રૂપે એનડીઆરએફની એક ટીમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામા આવી ગઈ છે... સુરત જિલ્લાના 40 ગામોમાં એલર્ટ છે... જરૂર પડ્યે સ્થળાંતરની કામગીરી કરાશે..   
    બાઈટ :ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર, સુરત 

    સુરત પાલિકાએ કામગીરી હાથ ધરી 
    સુરત મહાનગર પાલિકાની હદમાં  ભીમપોર તેમજ ડુમસ દરિયા કિનારાના ગામોમાં આજ રાત સુધીમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.. તેવામાં સુરત મહાનગર પાલિકાએ રોડ તરફના હોર્ડિંગો ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી છે.. સાથે જ લોકોને સચેત રહેવાની અપીલ પણ કરાઈ છે..  જોકે આ અપીલ છતાં પણ કેટલાક સહેલાણીઓ દરિયાકિનારે મજા માણતા જોવા મળ્યા..  

    મોરબી માર્કેટયાર્ડમાં હરાજી બંધ 
    આ તરફ મહા વાવાઝોડાની અસરથી થનારા વરસાદને પગલે ખેડૂતોનો માલ પલળી ન જાય તે માટે આજથી સાત તારીખ સુધી મોરબી માર્કેટયાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.. યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેવાના  હોવાથી ત્રણ દિવસ સુધી ખેડૂતોએ હરાજી માટે ન આવવું તેવી સૂચના અપાઈ છે..  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply