રાજ્ય સહિત દેશભરમાં ગુરુ નાનકજીની 550મી જન્મજયંતીની ઉજવણી કરાઇ
Live TV
-
નગરકિર્તન તથા ગુરુગ્રંથ સાહિબની પાલખી યાત્રા યોજાઇ
રાજ્ય સહિત દેશભરમાં ગુરુ નાનકજીની 550મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરા સ્થિત શિખ સંપ્રદાય દ્વારા, ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારાથી , નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના રૂટને પાણીથી સાફ સફાઈ કરીને પુષ્પો બિછાવ્યા બાદ , તેના પરથી નગર કીર્તન યાત્રા પસાર કરવામાં આવી હતી. આ યાત્રામાં બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. શિખ ધર્મના "સંસ્થાપક", ગુરૂ નાનકદેવનો જન્મ, 20 ઓક્ટોબર 1469ના રોજ, કારતક સુદ પૂનમની તિથિએ થયો હતો. તેથી તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં, દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે. આ તરફ અમદાવાદ સ્થિત ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે ગુરુગ્રંથ સાહિબની પાલખી સાથે , નગરકિર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ આસપાસના શિખ ધર્મના આશરે 3000 ઉપરાંત અનુયાયિઓ , ફોર વ્હીલર્સ સાથે કિર્તન કરતા જોડાયા હતા. આ નગરકિર્તનમાં ગુરુ ગ્રંથ સાહેબની પાલખી પહેલાં, અનુયાયિઓએ શુધ્ધ જળ વડે અમદાવાદના રસ્તાઓને ધોઇને , ગુરુગ્રંથ સાહેબની પધરામણી કરી હતી. આ નગરયાત્રા ગોવિંદધામથી નીકળી વસ્ત્રાપુર લેક થઇ , માનસી સર્કલ, જજીસ બંગલો, પકવાન ચાર રસ્તા થઇ એસ.જી હાઇવેથી પરત થઇ હતી.
