લાભ પાંચમના દિવસે ધમધમવા લાગ્યાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ
Live TV
-
લાભ પાંચમના શુભ મૂહુર્તે જામનગર સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં ખેડૂતોની મગફળીની હરાજી શરૂ કરવામાં આવી
જામનગરમાં આજે લાભ પાંચમના શુભ મૂહુર્તે ખેડૂતોની મગફળીની હરાજી શરૂ કરવામાં આવી હતી અને ફરીથી જામનગર સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડો આજે લાભ પાંચમના દિવસે ધમધમવા લાગ્યાં હતાં.સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ વેપારીઓ હડતાળ પર ઉતર્યા હતાં.જામનગરના હાપા માર્કેટ યાર્ડના વેપારીઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડના વેપારીઓ દ્વારા યાર્ડ બંધ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ દિવાળીના વેકેશન સહિત દસ દિવસના લાંબા સમયગાળા બાદ આજે વેપારીઓ ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે આજે લાભ પાંચમના હરાજીના પ્રારંભથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો
