Skip to main content
Settings Settings for Dark

સુરતના સુવાલી બિચમાં ન્હાવા જતા 3 લોકો ડૂબ્યા

Live TV

X
  • ત્રણમાંથી એક યુવતી અને યુવકને સ્થાનિકોએ બચાવી લીધા હતાં. જો કે તે ગંભીર જણાતા તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. જ્યારે ગૂમ થયેલા રિક્ષાચાલકના પુત્રને શોધવા માટે ફાયરબ્રિગેડના પ્રયાસ જારી.

    મૂળ ઉત્તરપ્રદેશના વતની અને બમરોલી ડીંડોલીમાં રહેતા ત્રણ પરિવારના સભ્યો અને મિત્રો બે રિક્ષામાં સુરત નજીક સુંવાલી બિચમાં ફરવા ગયા હતાં.દરમિયાન ત્રણ સભ્યો દરિયાના પાણીમાં ન્હાવા જતાં ડૂબવા લાગ્યા હતાં. ત્રણમાંથી એક યુવતી અને યુવકને સ્થાનિકોએ બચાવી લીધા હતાં. જો કે તે ગંભીર જણાતા તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. જ્યારે ગૂમ થયેલા રિક્ષાચાલકના પુત્રને શોધવા માટે ફાયરબ્રિગેડના પ્રયાસ જારી છે સુંવાલીના દરિયામાં નવાગામ ડિંડોલીના આકાશ ઓમ પ્રકાશ શુકલા એમ્બ્રોઈડરીના કારીગર અને સચિન શ્યામધાર મિશ્રા, તેજલ જય પ્રકાશ શુકલા દરિયામાં ડૂબી રહ્યાં હતા. ત્યારે તેમને બચાવવા માટે સ્થાનિકો અને મિત્રો દોડ્યાં હતાં. જેમાંથી બેને બચાવી લેવાયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply